કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ - માનવ કલ્યાણ યોજના

 માનવ કલ્યાણ યોજના:-

આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગોના સમુહને પુરતી આવક અને સ્‍વરોજગાર ઉભા કરવા માટે વધારાના ઓજારો/સાધનો આપવામાં આવે છે. આ યોજના ગરીબી રેખાની નીચે જીવતી વ્‍યકિતઓ/કારીગરોની આર્થીક સ્‍થિતિ સુધારવા માટેની અગાઉની સ્‍વરોજગાર યોજનાને બદલે તા૧૧/૯/૯૫થી શરૂ કરવામાં આવી છે. આમાં ફેરીયા, શાકભાજી વેચનાર, સુથારીકામ વગેરે જેવી ૨૮ ટ્રેડમાં નાના પ્રકારના વેપાર/ધંધા કરવા સમાજના નબળા વર્ગોના લોકો કે જેની કુટુંબની વાર્ષીક આવક ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રૂ.૧૨૦૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૧૫૦૦૦૦/- સુધી ની હોય તેવા લોકોને આર્થિક આવકમાં વધારો કરવા માટે વ્‍યવસાય માટે જરૂરી સાધન/ઓજાર સહાય તા:૧૧/૯/૧૮ ના ઠરાવોની સાથે સામેલ ટુલકીટની યાદી મુજબની મર્યાદામાં આપવામાં આવે છે.


પાત્રતાઃ

૧      ઊંમર:          ૧૬ વર્ષ થી ૬૦ વર્ષ

૨      આવક મર્યાદા:

ગ્રામ્‍ય વિસ્‍તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. આ લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી.

અથવા

અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રૂ.૧૨૦૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૧૫૦૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.





યોજના નું નામઈ કુટીર પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાની પ્રોસેસ
સહાય
રાજ્યગુજરાત
ઉદ્દેશગુજરાત રાજ્ય નાં લોકો સ્વરોજગારી માટે ની યોજનાઓ ની અરજી ઓનલાઈન કરી શકે તે હેતુ થી
લાભાર્થીગુજરાત રાજ્ય નાં પછાત,ગરીબ અને BPL મા આવતા પરીવારો
અરજી નો પ્રકારઓનલાઈન

Registation માટે Applyઅહીંયા ક્લિક કરો


e-Kutir Portal Online Registration



ગુજરાત રાજ્ય માં Commissioner Of Cottage And Rural Industry થી ઈ કુટીર પોર્ટલ લોન્ચ કરવામાં આવેલ છે. આ પોર્ટલ માં તમામ સ્વરોજગારી લક્ષી યોજનાઓ નાં Online ફોર્મ ભરી શકાય છે.આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવા માટે નીચે મુજબ નાં સ્ટેપ અનુસરો.

સૌપ્રથમ “Google” માં જઈ ને “E-Kutir Portal Gujarat” સર્ચ કરો.જ્યા ઈ કુટિર પોર્ટલ ખુલી જશે


હવે e-Kutir Portal નાં Home પેજ પર જમણી બાજુ એ તમને Login થવાના ઓપ્શન દેખાશે. જ્યા તમારે “Individual “ કરવું હોઈ તો તેનું ઓપ્શન હશે. “New Sakhi Mandal/Industrial Co-operative Sociaty/NGO/Khadi Institution+Mandali” વગેરે મા રજિસ્ટ્રેશન કરવું હોઈ તો તેના ઓપ્શન દેખાશે. જ્યા લાલ અક્ષર માં “Click Here” પર ક્લિક કરવાનું રહેશે.



હવે ત્યાં ગયા બાદ એક નવું ફોર્મ ખુલશે,જેમાં તમે એકલા,સખી મંડળ,NGO કે સંસ્થા નું નામ, પાન કાર્ડ, નોંધણી નંબર, ઈમેઈલ આઈડી અને પાસવર્ડ નાખવાનો રહેશે.

જેમાં એક નવું પેજ ખુલશે જ્યા લખેલું હશે “શું તમે ખરેખર નોંધણી કરવા માંગો છો” જ્યા આપે આપેલી તમામ માહિતી જો સાચી હોઈ તો બટન નંબર 1 પર ક્લિક કરવાનું રહેશે. અને જો માહિતી ખોટી હોઈ તો બટન નંબર 2 પર ક્લિક કરવાનું રહેશે.

હવે જો આપે આપેલી માહિતી સાચી હોઈ અને બટન નંબર 1 પર ક્લિક કર્યું હોઈ તો તમારું રજિસ્ટ્રેશન Conformed થઈ જશે.એટલે તમે જે મોબાઈલ નંબર આપેલ હશે તેના પર તમારું e-kutir portal નું “Passward” અને “Id” નો મસેજ આવી જશે.

હવે આ પાસવર્ડ અને આઈડી દ્વારા આપ eKutir portal પર Login થઈ શકો છો.Login થવા માટે હવે “User Id” અને “Passward” નાખી ને “Capcha” નાખવાના રહેશે. ને Login થવાનું રહેશે.


જો આપ આ પોર્ટલ પર પ્રથમ વખત જ Login થયા હોવ તો તમારે તમારી સંપૂર્ણ વિગતો ભરવાની રહેશે.અને અન્ય બીજી માહિતી ભરવાની રહેશે.

હવે Registration ની તમામ માહિતી ભર્યા બાદ હવે તમારે જે યોજના માં ફોર્મ ભરવાનું હોઈ તે યોજના ને સિલેક્ટ કરવાની હોઈ છે અને તેની અરજી કરવાની હોઈ છે.

E-Kutir Portal Application For Scheme

આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કર્યા બાદ આપને જે યોજના માટે અરજી કરવી હોઈ તો તે અરજી કરી શકો છો.આના માટે રજિસ્ટ્રેશન કર્યા બાદ યોજનાઓ માં જવાનું રહેશે અને ત્યાં ટોટલ 4 ભાગ માં અરજી કરવાની હોઈ છે.એટલે કે 4 Tab મા અરજી કરવાની હોઈ છે.જેની માહિતી નીચે મુજબ ની છે.



Tab-1

આ ભાગ માં અરજી માં વ્યક્તિગત માહિતી ભરવાની હોઈ છે.જેમાં ઉમેદવાર નું નામસરનામું,જન્મ તારીખમોબાઈલ નંબર અને જો સંસ્થા કે NGO હોઈ તો નોંધણી નંબર વગેરે માહિતી આ ભાગ માં ભરવાની હોઈ છે.અને માહિતી ભર્યા બાદ Save કરી ને આગળ ક્લિક કરવાનું રહેશે.

Tab-2

આ ભાગ માં અન્ય વિગતો ભરવાની હોઈ છે.જેવી કે નાણાકીય વર્ષરોજગારી નો સમયગાળો વગેરે માહિતી ભરી ને આગળ ક્લિક કરવાનું રહેશે.

Tab-3

આ ભાગ માં જે વ્યક્તિ જે યોજના માટે અરજી કરે છે.તે યોજના સંબધિત આધાર પુરાવા ને ઓનલાઇન અપલોડ કરવાના હોઈ છે.અને Save કરી ને આગળ ક્લિક કરવાનું રહેશે.

Tab-4

આ ભાગ માં તમે જે અરજી ની માહિતી ભરી છે તે માહિતી ની શરતો વાંચો ને Save કરવાનું રહેશે.


e-Kutir Portal Online Application Status Check

આ પોર્ટલ પર સ્વરોજગારી ની યોજનો ની અરજી કરવાની હોઈ છે.જેમાં અરજી કર્યા બાદ લાભાર્થી એ તે અરજી નું સ્ટેટ્સ જાણવું હોઈ તો અહીંયા થી Application Status જાણી શકે છે.

https://e-kutir.gujarat.gov.in/ViewApplicationStatus.aspx


e-Kutir Online Portal Contact Number

આ પોર્ટલ માં લાભાર્થી ને સ્વરોજગારી ની યોજનાઓ નાં ફોર્મ ભરવાના હોઈ છે.અને જો આપને અન્ય કોઈ પ્રશ્નો હોઈ તો નીચે ગાંધીનગર તેમજ દરેક જિલ્લા નાં કોન્ટેક્ટ નંબર અને સરનામા આપેલ છે.

https://e-kutir.gujarat.gov.in/ContactUs.aspx





કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ - માનવ કલ્યાણ યોજના  કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ - માનવ કલ્યાણ યોજના Reviewed by MNG on March 30, 2022 Rating: 5

No comments

Business

[recent]